કોરોનાકાળમાં ઉદ્ધવ ઠાકરેનો વિરોધીઓને 'પડકાર', કહ્યું- 'અમારી સરકાર પાડવી હોય તો અત્યારે જ પાડો, પછી...'
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે કોઈને મારી સરકાર પાડવી હોય તે પાડી બતાવે, હું અત્યારે જોઉ છું. તેમણે કહ્યું કે રાહ કોની જુઓ છો? હવે સરકાર પાડો, સરકાર ત્રણ પૈડાવાળી છે, પરંતુ તે ગરીબોનું વાહન છે. સ્ટેયરિંગ મારા હાથમાં છે. બુલેટ ટ્રેન કે રિક્ષામાં પસંદગી કરવી પડી તો હું રિક્ષાની જ પસંદગી કરીશ. ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરકાર પાડશે. હું કહું છું કે અત્યારે જ પાડો. હું ફેવિકોલ લગાવીને નથી બેઠો.
Trending Photos
મુંબઇ: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક ઈન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે કોઈને મારી સરકાર પાડવી હોય તે પાડી બતાવે, હું અત્યારે જોઉ છું. તેમણે કહ્યું કે રાહ કોની જુઓ છો? હવે સરકાર પાડો, સરકાર ત્રણ પૈડાવાળી છે, પરંતુ તે ગરીબોનું વાહન છે. સ્ટેયરિંગ મારા હાથમાં છે. બુલેટ ટ્રેન કે રિક્ષામાં પસંદગી કરવી પડી તો હું રિક્ષાની જ પસંદગી કરીશ. ઠાકરેએ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરકાર પાડશે. હું કહું છું કે અત્યારે જ પાડો. હું ફેવિકોલ લગાવીને નથી બેઠો.
ઠાકરેએ શિવસેનાના મુખપત્ર સામના માટે ઈન્ટરવ્યું દરમિયાન આ નિવેદન આપ્યું. મહારાષ્ટ્રની કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનવાળી સરકારમાં કોંગ્રેસની ધારાસભ્યોના અસંતોષના ખબર હાલ આવ્યાં હતાં. ત્યારબાદ મહાવિકાસ આઘાડીના અસ્થિર ભવિષ્યને લઈને ચર્ચા વેગ પકડવા લાગી.
તેમણે કહ્યું કે હું ગરીબોની પડખે રહીશ. મારી આ ભૂમિકામાં હું બદલાવવાનો નથી. કોઈ એવું ન વિચારે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું, એટલે બુલેટ ટ્રેનની પાછળ ઊભો રહીશ. શિવસેનાના મુખપત્ર સામનાને આપેલા એક ઈન્ટરવ્યુમાં વાત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા ડગમગી છે પણ અમે રસ્તો શોધી કાઢીશું.
ઓપરેશન લોટસ મહારાષ્ટ્રમાં સફળ થશે કે નહીં? તેના જવાબમાં મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કરીને જોઈ લો. હું ભવિષ્યવાણી કેવી રીતે કરું? તમે કરી જુઓ. જોડ-તોડ કરીને જુઓ. એક મહત્વપૂર્ણ મુદ્દો શું છે...એવો કોઈ પણ વિપક્ષી નેતા દેખાડો જે બીજી પાર્ટીમાં જઈને સર્વોચ્ચ પદ પર પહોંચ્યો અને મુખ્યમંત્રી બન્યો હોય. તેમણે કહ્યું કે કેટલાક લોકોને બગાડવામાં આનંદ મળે છે. કેટલાક લોકોને બનાવવામાં આનંદ મળે છે. તમને (ભાજપ) ઉથલપાથલમાં આનંદ મળે છે. મને પરવા નથી. પાડો સરકાર. ઠાકરેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ પડકાર ફેંકી રહ્યાં છે તો તેમણે કહ્યું કે પડકાર નહીં પરંતુ આ તેમનો સ્વભાવ છે.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમને તમારી પાર્ટીમાં એવું શું નથી મળતું કે તમે બીજી પાર્ટીમાં જતા રહો છો. અનેક જગ્યાએ એવા ઉદાહરણ છે. આમ તો તોડફોડ થાય છે તેની પાછળ 'ઉપયોગ કરો અને ફેંકી દો' એવી નીતિ બધાએ અપનાવેલી છે.
ત્રણ પૈડાવાળી સરકારના આરોપ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર ત્રણ પૈડાવાળી છે પરંતુ તે ગરીબોનું વાહન છે. મેં એટલું જ કહ્યું છે કે હું મુખ્યમંત્રી હોવાના નાતે સર્વાંગી વિકાસ કરીશ. લોકો મારી સાથે છે આથી હું બુલેટ ટ્રેન લઈ આવું, એવું નથી. જ્યાં સુધી એ સર્વમતે ન થાય. આથી ત્રણ પૈડાવાળી તો ત્રણ પૈડાવાળી. તે એક દિશામાં તો ચાલે છે ને. તો પછી તમને કેમ પેટમાં દુ:ખે છે.?
સીએમ ઉદ્ધવ ઠાકરેએ સવાલ પૂછતા કહ્યું કે કેન્દ્રમાં કેટલા પૈડા છે? અમારી તો આ ત્રણ પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં કેટલા પક્ષો મળીને બનેલી સરકાર છે? જણાવો ને. ગત વખતે જ્યારે હું એનડીએની મીટિંગમાં ગયો હતો ત્યારે તો 30-35 પૈડા હતાં.એટલે કે રેલગાડી હતી.
નોંધનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અગાઉ મહાવિકાસ આઘાડી સરકારની સરખામણી ત્રણ પૈડાવાળી, ઓટોરિક્ષા સાથે કરી હતી અને તેની સ્થિરતા પર શંકા વ્યક્ત કરી હતી.
રામ મંદિર પર આપ્યું આ નિવેદન
શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનમાં જવા અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું માણસ તરીકે કઈ પણ જવાબ આપી શકુ છું. પણ રામ મંદિરના સંઘર્ષમાં શિવસેનાની ભૂમિકા ઈતિહાસમાં નોંધાયેલી છે. હું મુખ્યમંત્રી ન હતો તે સમયે પણ રામ મંદિરમાં ગયો હતો. અસલમાં સંયોગમાં મારી શ્રદ્ધા છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે હું 5 ઓગસ્ટના રોજ અયોધ્યા જઈશ. હવે હું મુખ્યમંત્રી છું પરંતુ મુખ્યમંત્રી નહતો ત્યારે પણ મને ત્યાં માન સન્માન બધુ મળ્યું હતું. હવે તો હું મુખ્યમંત્રી છું. મને સુરક્ષા મળશે. હું યોગ્ય રીતે જઈશ અને પૂજા અર્ચના કરીને કાર્યક્રમમાં સહભાગી થઈને પાછો આવીશ. રામ મંદિરને લઈને શિવસેનાની ભૂમિકામાં ફેરફારનો કોઈ સવાલ જ નથી. રામ મંદિર અમારી ભાવનારઓ સાથે જોડાયેલો મુદ્દો છે. શિવસેનાએ રામ મંદિરનો માર્ગ પ્રશસ્ત કર્યો એ ઈતિહાસ કહે છે.
તેમણે વધુમાં કહ્યું કે મારી ભાવના એ કહે છે કે નવેમ્બર 2018માં પહેલીવાર રામ મંદિર ગયો હતો. હું ત્યાં શિવાજી મહારાજની જન્મભૂમિની એક મુઠ્ઠી માટી લઈને ગયો હતો. ત્યારબાદ આ મુદ્દાને ઘણી ગતિ મળી. તે અગાઉ આ વિષય ઠંડો પડેલો હતો. કોઈએ કોઈ વિષય કાઢ્યો નહતો ત્યારે શિવસેનાએ શરૂઆત કરી. જો સમય લાગે છે તો કાયદો બનાવો. સરકારી આદેશ બહાર પાડો અને જરૂરી હોય તે કરો પરંતુ રામ મંદિર બનાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે